Wednesday, June 25, 2008

Shant Zarookha... (full song in text)

શાંત ઝરુખે વાટ નીરખતી
રુપની રાણી જોઈ હતી,
મે એક સેહજાદી જોઈ હતી.

એના હાથ ની મેંહ્દી હસતી તી,
એના આંખ નુ કાજળ હસતુ તુ,
એક નાનુ સરખુ ઉપવન જાણે,
મોસમ જોઈ નીખરતુ તુ.

એના સ્મીત મા સો સો ગીત હતા,
એની ચૂપ્કી થી સંગીત હતુ,
એને પડછાયા ની લગન હતી,
એને પગરવ સાથે પ્રીત હતી.

એ મોજા જેવુ ઉછડતી તી,
ને પવન ની જેમ લેહરાતી'તી,
કોઈ હસી ને સામે આવે તો,
બહુ પ્યાર ભર્યુ શરમાતી'તી.

એને યૌવનની આશી'સ હતી,
એની સ્ર્વ બલાઓ દુર હતી,
એના પ્રેમ મા ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી.

વર્સો બાદ ફરી થી આજે એજ ઝ્રુખો જોયો છે,
જ્યાં ગીત નથી,સંગીત નથી,
જ્યાં પગર્વ સાથે પરીત નથી,
જ્યાં સપનાઓ ના મહેલ નથી ને,
ઉર્મીઓ ના ખેલ નથી.

બહુ સૂનુ સૂનુ લાગે છે,
બહુ વસમુ વસમુ લાગે છે.

એ ન્હોતી મારી પ્રેમીકા,
એ ન્હોતી મારી દુલ્હન,
મે'તો એને માત્ર ઝરુખે
વાટ નીરખતી જોઇ હતી,
કોણ હતી એ નામ હતું શું,
એ પણ હુ ક્યાં જાણું છુ..............

તેમ છતાંયે દીલ ને આજે,
વસમુ વસમુ લાગે છે,
બહુ સુનૂ સુનૂ લાગે છે.....................

No comments:

Powered By Blogger